અમદાવાદમાં નશેડી કાર ચાલકે વૃદ્ધને હડફેટે લેતા ઘાયલ

drunk drive

copy image

copy image

અમદાવાદમાં કાર ચાલકે વૃદ્ધને હડફેટે લેતા એ ઘાયલ બન્યા છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અમદાવાદના માનવ મંદિર નજીક બન્યો હતો. આ સ્થળ પર પૂરપાટ આવતી  કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો.જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધ ઘાયલ થયા છે. અકસ્માત સર્જીને કારનો ચાલક ત્યાંથી ફરાર થવાની પૈરવીમાં હતો જેને લોકોએ ઝડપીને પોલીસના હવાલે કર્યો છે. આ યુવાન નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે.