ભુજ જતી નર્મદાની લાઈનમાં રતનાલ માર્ગ પર 36 કલાકથી ગાબડું : તંત્ર ગાઢ નિંદ્રામાં

ભુજ જતી નર્મદાની લાઈનમાં રતનાલના નવાં બાયપાસની બાજુમા જ છેલ્લા 36 કલાક થી ગાબડું પડેલ છે લાખો લીટર પાણી નો વેડફાટ થઈ રહ્યો છે અને થયેલ પણ છે ક્યાંક પીવાના પાણીની પણ સમસ્યા છે તો પણ તત્રની નિંદર ઊડતી નથી. હાલ સુધીમાં કોઈ કામગીરી થયેલ નથી રતનાલ થી ચુંબડક માર્ગ ઉપર નવાં બાયપાસ ની એક્જેટ બાજુમાં જ અવાર નવાર પાઇપ લાઈન તૂટે છે આજુબાજુ રહેણાંક વિસ્તાર છે , ગૌ શાળા છે ત્યાં રોજ પાણી ભરવાથી માખી મચ્છર નો ખુબ ઉપદ્રવ રહે છે અને રહેણાંક વિસ્તાર તેમજ ચંદિયા રોડના વાહનોને અવર જવરમાં મુશ્કેલી રહે છે અને કાયમ પાણી ભરવાના કારણે રસ્તાની પણ હાલત ખરાબ થઈ ગયેલ છે અને કાયમ રસ્તામાં તેમજ આજુબાજુમાં પાણી ભરાવાથી મોટી મુશ્કેલી સર્જાય છે છેલ્લા ઘણા સમયથી લાઈન તૂટવામાં એક મહિનો કોરો જતો નથી પણ માત્ર થીગડુ મારી કામ ચલાવાય છે અને માત્ર 500 ફૂટના અંતર માંજ અંદાજે 20 થી 25 વખત લાઈન તૂટેલ છે તો માત્ર 500 ફૂટ લાઈન બદલાવવામાં આવે તો કોઈ સમસ્યા ન થાય તેમ છે પરંતુ આજ સુધી માત્ર થીગડાં મારી અને કામ ચલાવાય છે માટે હવે આ 500 ફૂટ માત્ર પાઇપ બદલી નાખવા માં આવે તો સમસ્યા નો અંત આવી શકે તેમ છે માટે તત્કાલિક લાઈન નવી નાખી સમસ્યા નો અંત લાવવા માં આવે એવી લોક માંગ ઉઠી છે.