અંજારમાંથી 1.25 લાખના મુદ્દામાલ સાથે નવ ખેલીઓની અટક

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે અંજાર શહેરમાં આવેલ એ.પી.એમ.સી.યાર્ડ નજીકથી નવ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર શહેરના એ.પી.એમ.સી. યાર્ડ નજીક જાહેરમાં અમુક શખ્સો ગોળ કુંડાળુ વાળી ધાણીપાસા વડે રૂપિયાની હરજીતનો જુગાર રમી રહ્યા હતા. તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે આ સ્થળ પરથી જુગાર રમતા નવ જુગારપ્રેમીઓને પોલીસે રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ  ઈશમો પાસેથી રોકડ રૂા. 10,840 સહિત કુલ કુલ રૂા. 1,25,340નો મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.