અંજારના પશુડામાંથી વાયર ખેંચવાના પુલર મશીનની બે બેટરીની તસ્કરી  ઉપરાંત 81,000નું નુકશાન પહોંચાડી નાસી જનાર આરોપી વિરુદ્ધ ફરિયાદ

copy image

copy image

અંજાર ખાતે આવેલ પશુડા ગામના સીમ વિસ્તારમાંથી વાયર ખેંચવાના પુલર મશીનની બે બેટરીની તસ્કરી  ઉપરાંત 81,000નું નુકશાન પહોંચાડી નાસી જનાર  આરોપી ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડની 400 કે.વી. વરસાણા, હળવદ લાઈન પસાર થાય છે, જેનું કામ બજેલ પ્રોજેક્ટ લિમિટેડ કંપનીને આપવામાં આવેલ છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, પશુડાની સીમમાં  આ કંપનીએ તાર ખેંચવાનું પુલર મશીન રાખેલ છે. અહીથી મશીનમાંથી બે બેટરીને તસ્કરી કરી ચોર ઈશમો  ફરાર થઈ ગયા હતા. ઉપરાંત આ મશીનમાં તોડફોડ કરી રૂા. 81,000નું નુકસાન પણ પહોંચાડયું હતું. આ મામલે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.