બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ-કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક થી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ ડરછ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ બાલાસર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે આરોપી ડાનાજી વજાજી ઝાલા રહે. બેલા તા.રાપર વાળો પોતાના કબ્જાની વેન્યુ કાર રજી.નં. જીજે-૧૨-એફસી-૯૨૧૦ વાળીમાં વિદેશી દારૂ ભરી લઇ આવેલ છે. જે માલ હાલે રૂભરાઈ તળાવ પાસે જારામાં સંતાડી રહેલ છે. જેથી ઉપરોકત જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોકત ફોરવ્હીલ ગાડીમાં બે ઇસમો પોલીસને જોઈ તેમના કબ્જાની કાર લઈ નાશવા લાગતા કારનો પીછો કરતા રૂંભરાઉ તળાવ પાસે તે કાર ખેતરોના રસ્તામાં ફસાઈ જતા તે કારમાંથી બંને ઈસમો ઉતરી નાશવા લાગેલ જેથી બંને ઈસમોનો પીછો ક૨તા એક ઈસમ પકડાઈ ગયેલ તેમજ આરોપીની કબ્જાની વેન્યુ કારમાંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ મળી આવતા ડાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે બાલાસર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ
- કાનાજી વજાજી ઝાલા ઉ.વ. ૨૯ રહે. બેલા તા.રાપર
હાજર ન મળી આવેલ આરોપીનું નામ
- અરવિંદ ભવાન રજપુત રહે. જાટાવાડા
દાખલ કરેલ ગુનાની વિગત-
બાલાસર પો.સ્ટે.ગુ.ર.નં.૦૦૦૨/૨૦૨૫ પ્રોહી કલમ-૬૫(એ) (ઈ),૧૧૬(બી)મુજબ
આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.