નખત્રાણા ખાતે આવેલ જડોદરથી વમોટી સુધીનો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોને હાલાકી

copy image

નખત્રાણા ખાતે આવેલ જડોદર (કોટડા)થી અબડાસાના વમોટી સુધીના માર્ગની હાલત અતિ બિસ્માર બની ચૂકી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ માર્ગ પરથી ઓવરલોડ વાહનોની અવર-જવરના કારણે માર્ગમાં માસ મોટા ખાડા પડી ગયા છે. આ માર્ગ ખધજડ બની જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કી, આ માર્ગની સત્વરે રિસર ફેસિંગ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.