અબડાસાના કોઠારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ધર્મપ્રસાદ અને સેવા વિભાગ દ્વારા મકરસંક્રાંતિના પવિત્ર દિવસે સેવાકીય કાર્યક્રમનું આયોજન

કોઠારા તા.અબડાસા વિશ્વ હિન્દુ પરિષદ ધમૅપ્રસાર અને સેવા વિભાગ દ્વારા મકર સંક્રાતિના પવિત્ર દિવસે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર પ્રાંત સેવા વિભાગના સહ સંયોજક ચેતનભાઇ રાવલે જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભારતમાં અનેક જગ્યાએ સેવાકીય કાર્યો થતા હોય છે આજના પવિત્ર દિવસે રોહા ખાતે ખોડીયાર મા મંદિર રતન ગીરી બાપુના સાનિધ્યમાં તેમજ ભવાની પર અજય ગીરી બાપુના સાનિધ્યમાં વાડી વિસ્તારમાં રહેતા લોકોને ઠંડીથી બચવા માટે ગરમ ધાબડાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે બાળકોને તલ સાંકળી નું વિતરણ કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં વિવિધ પ્રકારની અનેક સેવાકીય પ્રવૃતિઓ સરદીય વિસ્તારમાં કરવામાં આવશે આજના કાર્યક્રમમાં ચેતનભાઇ રાવલ જીલ્લા મંત્રી માતાનામઢ પ્રદીપભાઈ ડાયાણી ધર્મ પ્રસારના જિલ્લાના સંયોજક જગદીશસિંહ ગોહિલ કુલવંત રાજપુત કવિ પંખી મગનભાઈ ચોપડા સંદીપભાઈ મોરસિયા સેવા વિભાગના મહેન્દ્રસિંહ નાનજીભાઈ ભાનુશાલી તથા કાળુગીરી સાથે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વ્યવસ્થા જગદીશસિંહ ગોહિલ કુલવંતસિંહ રાજપૂતે સંભાળી હતી.
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ