ગીર ગઢડામાં દીપડાએ આતંક મચાવતા એક વૃદ્ધ મહિલાએ જીવ ગુમાવ્યો

copy image

copy image

ગીર ગઢડામાં વાડી વિસ્તારમાં દીપડાએ આતંક મચાવતા એક વૃદ્ધ મહિલાએ જીવ ગુમાવ્યો છે.આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગીર ગઢડાનાં ફરેડા ગામે વાડી વિસ્તારમાં બન્યો હતો. અહી વૃદ્ધ મહિલા પર દીપડો ત્રાટકતા મહિલાનું મોત નિપજ્યું છે.બનાવની વિગતો મુજબ, રાત્રીના સમયે હતભાગી મહિલા પોતાની વાડી પરના મકાને સુતા હતા એ સમયે દીપડાએ હુમલો કરતા મહિલાનું મોત નિપજ્યું છે. વધુમાં જણાઈ રહ્યું છે ક, વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.