ઉત્તરાયણ બાદ પણ કાતિલ ઠંડીનો માહોલ યથાવત

copy image

copy image

કચ્છમાં કાતિલ ઠંડીનો કહેર દિન-પ્રતિ-દિન વધી રહ્યો છે.  ત્યારે વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નલિયામાં પારો 6.8 ડિગ્રી અને ભુજમાં 11.4 ડિગ્રી નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. કચ્છમાં ઉત્તરાયણ બાદ પણ કાતિલ ઠંડીનો માહોલ બની રહ્યો છે. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે નલિયામાં લઘુતમ તાપમાન 6.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે જિલ્લા મથક ભુજમાં પારો 11.4 ડિગ્રીએ પહોંચ્યો છે. કાતિલ ઠંડીની અસર જનજીવન પર વધુ જણાઈ રહી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી હવામાં ઠારના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે, આવનાર દિવસોમાં પણ આવી જ સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-