જામનગરમાં મકાનની છત ધરાશય થતાં વૃદ્ધનું મોત

copy image

copy image

જામનગરમાં મકાનની છત ધરાશય થતાં એક વૃદ્ધનું મોત નીપજયું છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જામનગર ખાતે આવેલ કાલાવડ નાકા બહાર આવેલા રંગુનવાલા હોસ્પિટલ નજીક આ બનાવ બન્યો છે. આ વિસ્તારમાં આવેલા એક જુના મકાનની છત ધરાશાયી થતાં એક વૃદ્ધનું મોત નિપજ્યું હતું.  આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવેતા તેઓની ટીમ તત્કાલીક સ્થળ પર પહોંચી હતી અને વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા હતા. આ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-