રાજકોટમાં રૂ.18 લાખથી વધુની કિંમતના 392 ગ્રામ હેરોઇન સાથે બેની ધરપકડ

image-128

copy image

copy image

રાજકોટમાંથી મોટા પ્રમાણમાં હેરોઈન ઝડપાયું હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે. આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ   રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપ દ્વારા મોટા જથ્થામાં હેરોઇન ઝડપી પાડવામાં આવેલ છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધારવામાં આવેલ હતી. આ કાર્યવાહી દરમ્યાન કુવાડવા રોડ પરથી બે શખ્સોને દબોચી લેવામાં આવેલ હતા. પકડાયેલ બંને ઈશમોની તપાસ હાથ ધરવામાં આવતા તેમની પાસેથી રૂ. 18 લાખથી વધુની કિંમતનું 392 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-