ઓનલાઇન નાણાકીય છેતરપીંડીમાં ગયેલ પુરેપુરી રકમ રૂ.૯૨,000/- ફ્રીઝ કરાવી કોર્ટ ઓર્ડર મેળવી અરજદારને પરત અપાવતી સાયબર ક્રાઇમ સેલ(એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ ભુજ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા સાયબર ક્રાઇમના ગુન્હા અટકાવવા તથા શોધવા અંગેની સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.
જે અનુસંધાને શ્રી વિકાસ સુંડા સાહેબનાઓએ સાયબર ક્રાઇમ સેલ(એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ-ભુજની ટીમને KYC અપડેટ ફ્રોડ, લોન-લોટરી ફ્રોડ, અનઓથોરાઇઝેડ ટ્રાન્ઝેકશન ફ્રોડ, જોબ ફ્રોડ, શોપીંગ ફ્રોડ, આર્મીના નામે OLX/ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં હંમેશા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા સુચના આપેલ.
જે અન્વયે સાયબર સેલની ટીમ દ્વારા અરજદારશ્રી ધવલભાઇ રહે. પધ્ધરવાળા સાથે થયેલ ફ્રોડની પુરેપુરી રકમ રૂ.૯૨,૦૦૦/- પરત અપાવી સરાહનીય કામગીરી કરેલ. આ કામની હકીકત એવી છે કે, અરજદારશ્રીને પોતાના મોબાઈલ ફોનમાં અજાણ્યા નંબર પરથી એક અજાણી લીંક આવેલ જે અરજદાર દ્વારા લીંક ખોલી તેમા જણાવેલ માહિતી ભરી સબમીટ કરેલ બાદ થોડા દિવસ પછી અરજદારના બેન્ક ખાતામાંથી રૂ. ૯૨,૦૦૦/- અરજદારની જાણ બહાર ઉપડી ગયેલ જે બાબતે અરજદારશ્રીએ તુરંત જ સાયબર સેલ (એલ.સી.બી.) પશ્વિમ કચ્છ-ભુજનો સંપર્ક કરતાં સાયબર સેલ (એલ.સી.બી.) દ્રારા આ બનાવમાં ભોગબનનારને તાત્કાલીક મદદરૂપ થઇ ટેકનીકલ રીસોર્સના આધારે તથા બેન્કો સાથે પત્રવ્યવહાર કરી અરજદારશ્રીની ગયેલ પુરેપુરી રકમ રૂ.૯૨,૦૦૦/- અરજદારશ્રીના ખાતામાં પરત અપાવેલ.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
