અમદાવાદ શહેરમાં યોજાયેલ ફ્લાવર શો ઉતરાયણના દિવસે રેકોર્ડ બન્યો : એક જ દિવસમાં 1.32 લાખ લોકો ફ્લાવર શોની મુલાકાત લીધી
copy image

અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ તેમજ ફ્લાવર ગાર્ડન વિસ્તારમાં કરવામાં આવેલ અદભૂત ઈન્ટરનેશનલ ફ્લાવર શોના આયોજનમાં ઉતરાયણના દિવસે રેકોર્ડ બન્યો છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મકરસંક્રાંતિના દિવસે 1.32 લાખ કરતા વધુ લોકો ફ્લાવર શોની મુલાકાતે આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે વર્ષ 2013થી અત્યાર સુધીમાં યોજાયેલા ફ્લાવર શોમાં મકરસંક્રાંતિના દિવસે સૌથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા. મકરસંક્રાંતિના દિવસે ફ્લાવર શોને જોવા માટે દેશ-વિદેશના અનેક મુલાકાતીઓ અહી પહોંચ્યા હતા. ઉપરાંત ઉતરાયણમાં રજા હોવાને કારણે મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો હતો. એક જ દિવસમાં 1.32 લાખ લોકો ફ્લાવર શોની મુલાકાતે આવ્યા હતા. 2025ના આ ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. અહી દેશના વિકાસ અને સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
