દર વર્ષે કચ્છના છેવાડાના વિસ્તારોમાં પશુપાલકોને ઘાસચારાનું પોંસણ પરવડતું ન હોવાથી હિજરતીઓને ઘાસચારાનો પુરવઠો દાતાઓના સહયોગથી પૂરો પાડી રોકી રાખતી ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિ

ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિ દ્વારા દર વર્ષે કચ્છના છેવાડાના વિસ્તારોમાંથી પશુપાલકોને ઘાસચારાનું પોંસણ પરવડતું ન હોવાથી હિજરત કરી રહ્યાં છે એમને વિવિધ દાતાઓના સહયોગથી ઘાસચારો પુરો પાડી કચ્છ બહાર જતાં રોકી રાખે છે અત્યારે લખપત તાલુકાના કૈયારી ગ્રામ્ય વિસ્તારના લાલ પાઘડીધારી રબારી પશુપાલકોના અઢારસો (૧૮૦૦) ગૌધનોને માંડવી તાલુકાના ગઢશીશાના અંબેધામના મહંત શ્રી દેવી ચંદુમાઁ તરફથી ૧૩,૦૦૦ કિલો લીલો ઘાસચારો નિરણ અર્થે આર્થિક સહયોગ આપ્યો હતો અને દર વર્ષે સારી માત્રામાં સકારાત્મક સક્રિય ઉર્જાથી માઁ નું મમત્વ બરકરાર રહ્યું છે એક માઁ બીજી માઁ નું પાલનહાર દર્દ મહેસૂસ અને સમજી શકે આ કાર્યમાં ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિના અધ્યક્ષ સચીનભાઈ ગણાત્રા, અલ્પેશભાઈ સોમૈયા, જયેશભાઈ ઠક્કર (મૂળ અબડાસા તેરા બીટા વાળા), કિરણભાઈ ઠકકર, કાનાભાઈ આહિર, લખપત દયાપરના મુખ્ય વેપારી દીપકભાઈ રેલોન અને આ સમિતિના મિડિયા કન્વીનર પંકજકુમાર વ્યાસ દ્વારા સારો સહકાર સાંપડી રહ્યો છે આવા હિજરત કરતાં માલધારીઓની કફોડી પરિસ્થિતિનું સ્થળ પર જઈ જાત નિરીક્ષણ કરી તમામ ચોક્કસાઈપૂર્વકથી તાગ મેળવી મદદગાર બની રહ્યાં છે તથા આ પદયાત્રી ગૌધનોને કચ્છ બહાર જવા દેવામાં નહીં આવે સરકાર કે સરકારના પ્રતિનિધિઓ આ બાબતે જાગે કે ન જાગે પણ ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રમાણિકતાથી નિભાવી રહી છે અને નિભાવતી પણ જશે જ્યાં સુધી જીવદયાપ્રેમી દાતાઓ દાન આપવામાં સંપૂર્ણ સકારાત્મક સક્રિય ઉર્જાથી સહયોગ આપતાં રહેશે ત્યાં સુધી હરહંમેશ કાર્યરત રહેશે એમ સમિતિના અધ્યક્ષ અને મિડિયા કન્વીનરની સંયુક્ત યાદીમાં જણાવાયું
છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
