નખત્રાણા આનંદનગર વિસ્તારમાંથી માદક પદાર્થ પોષડોડા સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ-ભુજ

અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. (ગુ.રા) અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ,ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ- ભુજનાઓએ એન.ડી.પી.એસ. ની પ્રવૃતિ સાથે સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જેથી એન.ડી.પી.એસ.ની બદી સદંતર નાબુદ કરવા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કે.એમ.ગઢવીનાઓએ તાબાના કર્મચારી ઓને સુચના આપેલ હોઇ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા,
દરમ્યાન ગઇ તા.૧૩/૦૧/૨૦૨૫ના રોજ એસ.ઓ.જી. ના એ.એસ.આઇ.જોરાવરસિંહ જાડેજા તથા માણેકભાઇ ગઢવીનાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી નખત્રાણા આનંદનગર વિસ્તારમાં આરોપી મહેન્દ્ર લક્ષ્મીદાસ સોની, ઉવ.૬૨, રહે. આનંદનગર નખત્રાણા,જી. કચ્છ- ભુજવાળાના રહેણાંક મકાનમાંથી ગેર કાયદેસર માદક પદાર્થ પોષડોડા જેનું વજન ૧.૬૧૫ કિલોગ્રામ, કિ.રૂ. ૪,૮૪૫/- નો નાર્કોટીકસનો મુદામાલ ઝડપી પાડી ઉપરોક્ત મજકુર ઇસમ વિરૂધ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
મહેન્દ્ર લક્ષ્મીદાસ સોની, ઉવ.૬૨, રહે.આનંદનગર નખત્રાણા,જી. કચ્છ
પકડાયેલ મુદામાલની વિગત-
(૧) માદક પદાર્થ પોષડોડા જેનું વજન ૧.૬૧૫ કિલોગ્રામ, કિ.રૂ. ૪,૮૪૫/-
(૨) મોબાઇલ નંગ ૦૧, કિ.રૂ. ૫૦૦/-
કુલ કિં.રૂ. ૫,૩૪૫/-
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-
એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી,તથા પો.સ.ઈ. શ્રી ડી.બી.વાધેલા સાહેબ, તથા એ.એસ.આઇ. જોરાવરસિંહ જાડેજા તથા માણેકભાઇ ગઢવી,પો.હેડ.કોન્સ રજાકભાઇ સોતા,ડ્રા.પો.કોન્સ કમલેશભાઇ ડાભી નાઓએ કરેલ છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
