ભુજ શહેરમાંથી ત્રણ ખેલીઓ ઝડપાયા : બે ફરાર
copy image

ભુજ શહેરમાંથી ત્રણ ખેલીઓને પોલીસે દબોચી લીધા છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે બપોરના અરસામાં ગંજીપાના વડે ત્રણ ઈશમો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા તે દરમ્યાન અચાનક આવેલ પોલીસે ત્રણ પત્તાપ્રેમીઓને દબોચી લીધા હતા. જ્યારે વધુ બે નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
