શિવલખામાંથી 2.30 લાખનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર
copy image

શિવલખામાંથી 2.30 લાખનો દારૂ કબ્જે કરવામાં આવેલ છે પરંતુ આરોપી ઈશમ પોલીસની પકડથી દૂર રહ્યા હતા. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસે શિવલખા રેલવે ફાટક નજીક સવરાજી ડાડાની ડેરી નજીક બાવળની ઝાડીમાં કાર્યવાહી હાથ ધરી હતી. આ સ્થળ પર ઊભેલી કારમાં ચાવી લાગેલી હતી અને દરવાજાના લોક પણ ખુલ્લા હતા. જેથી આ કારની તપાસ કરવામાં આવતા કારમાંથી અલગ અલગ બ્રાંડનો કુલ રૂા. 2,30,448નો દારૂ નીકળી પડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી ઈશમો હાજર મળ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સોને ઝડપી પાડવા આગળની વધુ તપાસ હાથ ધરી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
