ભચાઉમાં માતેલા સાંઢની માફક દોડતા ડમ્પરે બાઇકને હડફેટમાં લેતા સર્જાયો ગોઝારો અકસ્માત
copy image

ભચાઉમાં નવા બસ સ્ટેન્ડ સર્કલ સામે દુધઇ રોડ પર માતેલા સાંઢની માફક દોડતા ડમ્પરે બાઇકને હડફેટમાં વૃદ્ધ દંપતી ગંભીર રીતે ઘાયલ બન્યા હતા. સર્જાયેલ અકસ્માતમાં 65 વર્ષીય હનિફાબેન કુંભારનું મોત થયું હતું. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉના મુખ્ય ત્રણ રસ્તા તરફથી દુધઇ માર્ગે ચડતાં ગત સાંજે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અહી બાઇક લઇને આ વૃદ્ધ દંપતી જઈ રહ્યા હતા તે દરમ્યાન પુરપાટ આવતા ડમ્પરએ બાઇકને હડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં ઘાયલ થયેલ દંપતીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં ગંભીર ઇજાઓના પગલે વૃદ્ધ મહિલાનું મોત નીપજયું હતું. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે કે આ માર્ગ પરથી મીઠું ભરીને દોડતા તોતિંગ વાહનોના કારણે લોકોના જીવ પડીકે બંધાય છે. આ અંગે આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
