નખત્રાણામાં છત પરથી પટકાતાં 17 વર્ષીય કિશોર થયો ઇજાગ્રસ્ત
નખત્રાણામાં છત પરથી પટકાતાં 17 વર્ષીય કિશોર ઘાયલ થયો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉત્તરાયણ પર્વના દિવસે સાંજના સમયે નખત્રાણાની વૃંદાવન સોસાયટીમાં રહેતો વિક્રમ ભીમજી મહેશ્વરી નામનો 17 વર્ષીય કિશોર છત ઉપરથી નીચે પટકાયો હતો. જાણવા મળી રહ્યું છે કે, બનાવ દરમ્યાન પગના ભાગે ઇજા થતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
