સુરતમાં પ્રથમ વખત પક્ષીના અંગનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું : ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા બાદ કબૂતર ફરી ઉડવા સક્ષમ

image-137

copy image

copy image

બે દિવસે પૂર્વે ઉત્તરાયણના પર્વના દિવસે સુરત શહેરમાં પંતગની દોરીના કારણે અનેક પક્ષીઓ ઘાયલ બન્યા હતા. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે કે સુરતના પાલ વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાં એક કબૂતરને પાંખ કપાયેલી હાલતમાં લઈ જવાયું હતું. તેમજ તે જ સમયે દરમિયાન આ બર્ડ્સ હોસ્પિટલમાં એક મૃત્યુ પામેલું કબૂતર હાજર હતું. ત્યારે તાત્કાલિક આ હોસ્પિટલના તબીબોએ તાત્કાલિક પાંખ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય કરેલ. વધુમાં માહિતી મળી રહી છે કે આ હોસ્પીટલમાં મૃત કબૂતરની પાંખ ઈજાગ્રસ્ત કબૂતરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલ હતી. પરીણામે ઈજાગ્રસ્ત કબૂતર ફરી ઉડવા સક્ષમ બન્યું હતું. પક્ષીના અંગનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોય તેવી પહેલી ઘટના સુરતમાં મકરસંક્રાતિના શુભ દિને બની છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-