મુંદ્રા ખાતે આવેલ બારોઇમાં બે વર્ષીય માસૂમ બાળકનું પતંગના દોરાથી ગળું કપાતા મોત

body

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ બારોઇમાં પિતા સાથે બાઇક પર સવાર મૂળ પાલનપુરનો બે વર્ષીય માસૂમ બાળકનું મકરસંક્રાંતિના પર્વે પતંગના દોરાથી ગળું કપાતા મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ પાલનપુર અને બારોઇમાં રહેતા હાર્દિકભાઇ સોની મકરસંક્રાંતિના પર્વે બપોરના સમયે તેની બાઇક લઇ ઘરેથી બજારમાં જઈ રહ્યા હતા તે દરમ્યાન બાઇકની પાછળ તેના બે વર્ષના બાળક યુગને ઊભો રાખ્યો હતો.તે સમયે આ માસૂમ યુગનું પતંગના દોરાથી ગળું ચીરાઇ જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-