અમદાવાદમાં અજાણ્યા વાહનચાલકે હડફેટમાં લેતા એક્ટિવા પર સવાર યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત
copy image

અમદાવાદમાં અજાણ્યા વાહનચાલકે એક્ટિવાને હડફેટમાં લેતા એક્ટિવા પર સવાર યુવતીનું ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદ શહેરના નારોલથી વિશાલા વચ્ચે આવેલ શાસ્ત્રી બ્રિજ પર આ બનાવ બન્યો હતો. સર્જાયેલ અકસ્માતમાં અજાણ્યા વાહનચાલકે એક્ટિવા પર જઈ રહેલી યુવતીને હડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં યુવતીને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
