સુરેન્દ્રનગર ખાતે આવેલ થાનમાં ફેકટરીમાં આગ ભભૂકી ઉઠતાં લાખોનું નુકશાન

copy image

copy image

સુરેન્દ્રનગર ખાતે આવેલ થાનમાં એક ફેકટરીમાં આગ ભભૂકી ઉઠી હતી, જેમાં  લાખોનું નુકશાન થવા પામ્યું છે. આ બનાવ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર ખાતે આવેલ થાનમાં આવેલા એફસેરા સિરામિક નામના ઉદ્યોગમાં આ બનાવ બન્યો હતો. જાણવા મળી રહ્યું છે કે આગના બનાવને પગલે નાસભાગ મચી જવા પામી હતી. આ બનાવમાં લાખોનું નુકશાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. સ્ટોક મશીનરી અને અન્ય કિંમતી સાધનો આગની લપેટમાં આવી જતાં ભશ્મ થયા છે. આ ઘટના અંગે જાણ થતાં ફાયરબ્રિગેડની ઘણી ટીમો સ્થળ પર પહોંચી હતી, અને આગ પર કાબુ મેળવ્યો હતો.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-