કડીના અચરાસણ ગામમાંથી નકલી દારુ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઇ : બેની ધરપકડ
copy image

ગુજરાતમાં નકલીની બોલબાલા ખૂબ ફૂલી ફાલી છે. ત્યારે કડીના અચરાસણ ગામમાંથી નકલી દારુ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ કડી પોલીસે પૂર્વ બાતમીના આધારે મહેસાણાના અચરાસણમાં કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન ગામની સીમમાં એક ફેકટરીમાં નકલી દારૂ બનતો હોવાનું બહાર આવ્યું હતું.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ અચરાસણમાંથી નકલી દારૂ બનાવતી આ ફેક્ટરીમાંથી 100 લીટર વિદેશી દારૂ કબ્જે કરાયો છે. ઉપરાંત 450 લીટર ફ્લેવરયુક્ત કેમિકલ પણ કબ્જે કરવામાં આવેલ છે. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે નકલી ફેક્ટરી ચલાવનાર બે ઈશમોની ધરપકડ કરી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
