અમદાવાદનાં અસલાલીમાં એક્ટિવા ચલાવવા બાબતે બે યુવાનો પર હુમલો

fight-1

copy image

copy image

અમદાવાદનાં અસલાલીમાં એક્ટિવા ચલાવવા બાબતે બે યુવાનો પર હુમલો કરી દેવામાં આવતા આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ બે યુવાનો એક્ટિવા લઈને જઈ રહ્યા હતા તે દરમ્યાન અસામાજિક તત્વોએ લાકડીઓ અને પાઇપો લઈ આ યુવકો પર હુમલો કરી દીધો હતો. બાદમાં આ અંગે એક્ટિવા નજીકથી ચલાવવા બાબતે ઠપકો આપતા મારામારી કરી હોવાનું સામે આવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે આ તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આ અંગે આરોપી ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.