સુરેન્દ્રનગરમાં બાઈક અને કાર વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત : બાઈક ચાલકનું મોત
copy image

સુરેન્દ્રનગરમાં ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે જેમાં બાઈક ચાલક યુવાનનું મોત નીપજયું હોવાના અહેવાલો સામે આવી રહયા છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરેન્દ્રનગરના કોંઢ બાવળી રોડ આ બનાવ સર્જાયો હતો. આ માર્ગ પર બાઈક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અકસ્માતમાં બાઈક સવાર યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
