સુરતના ડ્રીમ સિટીમાં ઓવરસ્પીડમાં ભાગતી કાર પલટી : ધોરણ-12ની વિદ્યાર્થિનીનું મોત

copy image

સુરતના ડ્રીમ સિટીમાં ડાયમંડ બુર્સના માર્ગ પર કાર રેસિંગ કરતા મોટો અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. ત્યારે આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કાર ડિવાઇડર કુદાવીને ઉંધી વળી ગઈ હતી. સર્જાયલ અકસ્માતમાં ધોરણ-12ની એક વિદ્યાર્થિનીનું મોત નીપજયું છે તેમજ વધુ ત્રણ ઇજાગ્રસ્ત થયા છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ પોદ્દાર રેસીડેન્સીમાં રહેતો ચાલક ગત ગુરુવારે બપોરના સમયે ક્રેટા કાર લઈ અન્ય વિધ્યાર્થી મિત્રો સાથે ફરવા ગયા હતા. આ કાર ટ્રાફિક નહીંવત અને ખુલ્લા ડ્રીમ સિટી રોડ પર ઓવરસ્પીડમાં ભાગતી હતી. તે સમય દરમ્યાન કાર ડિવાઇડર કુદાવી સામેના રોડ પર પલટી મારી જતાં આ અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં ધો. 12ની એક વિદ્યાર્થિની દિશાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. તેમજ અન્ય ત્રણ મિત્ર ઘાયલ બન્યા હતા. કોલેજમાં અભ્યાસ કરતાં કારના ચાલકની અટક કરવામાં આવી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
