ખેડામાં કારનો સર્જાયો ભયાનક અકસ્માત : કારમાં સવાર ચારેય યુવાનોના ઘટનાસ્થળે જ મોત

copy image

copy image

ગુજરાતના ખેડામાં રુવાંડા ઊભા કરી દેનાર અકસ્માત સર્જાયો છે. આ બનાવ ગત રાત્રીના સમયે બન્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ માર્ગ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર મહીસાગરના બાલાસોરના ઓથવાડ ગામના ચાર યુવકો પોતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેનો મંડપ નક્કી કરવા જઈ રહ્યા હતાં.  તે દરમ્યાન નીલગાય આડે આવતાં કાર ચાલકે પોતાનો કાબૂ ગુમાવ્યો અને આ કાર પલટી જતાં આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં કારમાં સવાર ચારેય યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-