કંડલાથી કોલસાનો જથ્થો અન્ય પ્લોટમાં ખાલી કરી છેતરપિંડી આંચરવામાં આવેલ હોવાનો કિસ્સો સપાટી પર

 કંડલાથી કોલસાનો જથ્થો અન્ય પ્લોટમાં ખાલી કરી છેતરપિંડી આંચરવામાં આવેલ હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કંડલા મરીન પોલીસ મથકે કેશરનગરમાં રહેતા અને એસીટી એન્ફ્રાપાર્ટ લીમીટેડમા ડે. જનરલ મેનેજર દ્વારા આરોપી ઈશમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ગત 17/12ના તેમની નુવાકો વિસ્ટાસ કોર્પોરેશન કંપનીએ પેટકોક કોલસો મંગાવેલો હોવાથી તે કસ્ટમ હાઉસ એજન્ટનું કામ સોંપવામાં આવેલ હતું. યુએસથી નિર્ધારીત 59089.246 મેટ્રીક ટનની પેટ કોક કોલસાની ખેપ કંડલા પોર્ટની જેટી નં. 9 પર આવી પહોંચી અને 26/12ના અનલોડિંગ થઈ રહી હતી. તે સમયે કંપનીમાં આવેલા પ્લોટો ભાડે રાખવામા આવેલ હોવાથી કોલસો રાધે ક્રિશ્ના ટ્રાન્સલાઈન નામક ટ્રાન્સપોર્ટ કંપનીના ટ્રકો તથા ઘણીવાર ફરિયાદીની કંપની મારફતે સંગ્રહ કરવાની પ્રક્રિયા ચાલુ હતી. ત્યારે વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ સમયે કોઇ પ્રકારનો ટોકન લીધા વગર ત્યાં હાજર કર્મચારીઓને પણ જાણ કર્યા વગર બે ટ્રકમાં ડ્રાઈવરોએ કોલસો ભરીને અન્ય પ્લોટમાં બન્ને ટ્રક ખાલી કરીને વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-