વડોદરામાં શાકભાજી ભરેલ ટ્રક પલટી : સદભાએ કોઈ જાનહાનિ નહીં
વડોદરામાં ટ્રક પલટી મારી ગઈ હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વડોદરામાં જાંબુઆ નજીક હાઈવે પર આ બનાવ બન્યો હતો, અહી શાકભાજી ભરેલ ટ્રક પલટી મારતા હાઇવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી હતી. બનાવને પગલે ચક્કાજામ થતાં વાહનચાલકો હાઈવે પર ઘણા સમય સુધી અહી અટવાયા હતા. ટ્રક પલટી જતાં શાકભાજીના પોટલા રોડ પર વેરાઈ ગયા હતા. ત્યારે વધુમાં જણાઈ રહ્યું છે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-