અંતરજાળમાંથી ચાર ખેલીઓ દબોચાયા

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાંથી ચાર જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંતરજાળ ખાતે આવેલ ગોપાલ નગરમાં પાણીના ટાંકા નજીક અમુક ઈશમો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી ચાર ખેલીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-