લખપતના 21 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ અંતિમ વાટ પકડી

sus

copy image

copy image

લખપત ખાતે આવેલ સુગેરમાં 21 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવ આપી દીધો છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ લખપત તાલુકાના સુગેર ગામે રહેતો 21 વર્ષીય યુવક ઈકબાલ નાથા રાયમાએ કોઈ અગમ્ય કારણે આપઘાત કરી લીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ હતભાગી યુવાનએ સવારના સમયે  સુગેરની ઉત્તર બાજુ સીમ વિસ્તારમાં ખેરનાં ઝાડની ડાળમાં રબરના પટ્ટાથી ગળેફાંસો ખાઈ મોતને ભેટ્ટો કરી લીધો હતો. બનાવની જાણ થતાં જ આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબ મૃત જાહેર કર્યો હતો. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-