સુરેન્દ્રનગરમાં ધાર્મિક પ્રવાસીઓની બસ પલટી : 30થી વધુ લોકો થયા ઘાયલ
સુરેન્દ્રનગરમાં એક બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 30થી વધુ લોકો ઘાયલ બન્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરેન્દ્રનગર ખાતે આવેલ સાયલા-લીંબડી હાઇવે પર બસ પલટી મારી જતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. સર્જાયેલ અકસ્માતમાં 30 થી વધુ લોકો ઘાયલ બન્યા છે. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતને પગલે સાત જેટલી 108 દ્વારા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. છેલ્લા દોઢ મહિનાથી એમપીથી ધાર્મિક પ્રવાસે બસ લઈ અંદાજે 50 જેટલા લોકો નીકળ્યા હતા.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-