ગુજરાતમાં પ્લાસ્ટિક વેસ્ટને મામલે દિન-પ્રતિ-દિન કથળતી પરિસ્થિતી : દર બે મિનિટમાં ફેલાઈ રહ્યો છે 1 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો
copy image

ગુજરાત રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટને મામલે દિન-પ્રતિ-દિન ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઇ રહી છે.ત્યારે સૂત્રોનું કહેવું છે કે, ગુજરાતમાં દર બે મિનિટમાં 1 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો ફેલાઈ રહ્યો છે.વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વર્ષ 2022-23ના અહેવાલ અનુસાર ગુજરાતમાં એક વર્ષમાં 2.71 લાખ ટન પ્લાસ્ટિકનો વેસ્ટ કચરો ફેંકાયો હતો. એક વર્ષના આ સમયગાળામાં સૌથી વઘુ પ્લાસ્ટિકનો કચરો ફેલાવ્યો હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે આવે છે.
વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પ્લાસ્ટિકના કચરાનો સૌથી મોટો હિસ્સો પોલિથિન બેગ, પ્લાસ્ટિકની બોટલો, એફએમસીજી પ્રોડક્ટનું પેકિંગ, કરિયાણાની થેલીઓ અને ફૂડ રેપિંગ આ તમા વસ્તુઓનો મોટેભાગે વધુ હિસ્સો જોવા મળે છે. આની સૌથી વધુ અસર આબોહવા પર સર્જાઈ રહી છે. ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઝડપથી વધી રહ્યું છે. પરીણામે હવામાનનું ચક્ર અસ્તવ્યસ્ત બની રહ્યું છે નદીઓ અને જમીન, સમુદ્રો પણ પ્રદૂષિત બન્યા છે પરીણામે લોકો પ્રદૂષિત અનાજ ખાઈને રોગોનો શિકાર બની રહ્યા છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
