ક્યૂઆર કોડ સ્કેન કરી ચુકવણી કરનારાઓ સતર્ક બનો : આ પ્રકારે ચુકવણી કરવી બની શકે છે જોખમરૂપ
copy image

ઝડપી અને લેટેસ્ટ આજના યુગમાં લગભગ 80% જેટલા લોકો નાની-મોટી ચુકવણી માટે UPI નો ઈસ્તેમાલ કરી રહ્યા છે. ફોનપે, પેટીએમ અથવા ગુગલ પે દ્વારા દુકાનો પર ચુકવણી કરવાનો સૌથી સરળ રસ્તો ક્યૂઆર કોડ સ્કેન કરવાનો છે,પરંતુ આજના ઠગબાઝોથી ભરેલ યુગમાં સવાધન થઈ જવાની જરૂર છે. કારણ કે આ ક્યૂઆર કોડ દ્વારા ચુકવણી કરવી જોખમરૂપ સાબિત થઈ શકે છે.
વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મધ્યપ્રદેશના ખજુરાહોમાં આવા ઠગબાઝોએ ઘણી સંસ્થાઓની બહાર પેસ્ટ કરેલા QR કોડ બદલી નાખ્યા છે. પેટ્રોલ પંપ, મેડિકલ સ્ટોર્સ અને અન્ય દુકાનો પર આવી ફિલ્મ કરવામાં આવી છે. જ્યારે ગ્રાહકોએ ચુકવણી કરી, ત્યારે પૈસા છેતરપિંડી કરનારના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. અનેક શહેરોમાં આવા બનાવો સામે આવી રહ્યા છે તેથી સતર્ક રહેવું જરૂરી છે. છેતરપિંડીથી બચવાનો રસ્તો એ છે કે QR કોડ દ્વારા ચુકવણી કરતા પહેલા પ્રાપ્તકર્તાનું નામ તપાસવું અને ત્યાર બાદ જ ચુકવણી કરવી.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
