ફરી એક વખત ગુજરાતમાંથી લાખોનો ગાંજો ઝડપાયો

copy image

copy image

ફરી એક વખત ગુજરાતમાંથી ગાંજાનો મોટા પાયે જથ્થો ઝડપાયો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે દાહોદ ખાતે આવેલ ઝાલોદની ધાવડીયા ચેક પોસ્ટ પરથી રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાંથી પોષ ડોડાનો મોટા પાયે જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ઝાલોદ પોલીસ રાત્રિ વાહન ચેકિંગ પર હતી તે દરમ્યાન એક ટ્રક શંકાસ્પદ જણાતા તેની તપાસ હાથ ધરવામાં આવેલ હતી. હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન આ ટ્રકમાંથી મોટા પાયે પોષડોડાનો જથ્થો નીકળી પડ્યો હતો. પાવડરની આડમાં પોષડોડાની હેરાફેરી કરાઈ રહી હતી જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે. લાખોનો ગાંજો કબ્જે કરી આરોપી શખ્સની અટક કરવામાં આવી છે ઉપરાંત પોલીસે ગાંજાની ગણતરી હાથ ધરી છે. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-