અમદાવાદમાં ફરી એક વખત હત્યાનો બનાવ સપાટી પર : બે શખ્સોએ જૂની અદાવતમાં એક યુવાનને મોતને ઘાટ ઉતાર્યો
અમદાવાદમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બનાવમાં બે શખ્સોએ એક વ્યક્તિ પર તિક્ષ્ણ હથિયારનો હુમલો કરી તેનો જીવ લઈ લીધો હતો. હત્યાને પગલે પોલીસ છાનબીનનો દોર આગળ વધારી દીધો છે. આ અંગે વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ હત્યાનો બનાવ અમદાવાદના વાસણા વિસ્તારમાં બન્યો હતો. જિગ્નેશ કડગરે નામક શખ્સની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવેલ છે. બે ઈશમો દ્વારા મળીને યુવક પર છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી. આ મામલે અગાઉની કોઈ વાતની અદાવતમાં હત્યા કરાઈ હોવાનું સામે આવી રહ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-