સુરતમાં ફીઝ ન ભરાતા શાળા સંચાલકોએ હેરાન કરતાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

copy image

copy image

સુરતમાં  ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ગોડાદરા વિસ્તાર રહેતી અને આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીને ફી નહી ભરવાને કારણે બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી હતી. ધોરણ 8 અભ્યાસ કરતી વિધાર્થીની સાથે અનેક વખત ખરાબ ઉપરાંત વધુ દબાણ કરવામાં આવતું હતું. વધુમાં આ વિધ્યાર્થિનીને પરીક્ષા આપવા પણ દીધી ન હતી.બાદમાં શિક્ષકને ફોન કરવામાં આવતા એક મહિનામાં ફી ભરી દેવા જણાવ્યુ હતું. જેના કારણે આ વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે. બનાવ પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવ અને પોલીસે વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-