સામખિયાળી મોરબી હાઇવે પરથી રૂ.5.15 લાખની કિંમતના ભંગાર સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડતી લાકડિયા પોલીસ
સામખિયાળી મોરબી હાઇવે પરથી રૂ.5.15 લાખની કિંમતના ભંગાર સાથે ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ લાકડિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન સામખિયાળી મોરબી હાઇવે પર શંકાસ્પદ લાગતા ટેમ્પોને અટકાવી તેની તપાસ હાથ ધરવામાં આવેલ હતી. હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન ટેમ્પોમાંથી રૂ.5.15 લાખની કિંમતનો ભંગારનો જથ્થો મળી આવેલ હતો. આ મામલે પુછપરછ કરતા આ ભંગારના જથ્થાના કોઇ આધાર પુરાવા તેઓ રજૂ કરી શક્યા ન હતા. આ ભંગાર ચોરી કે છળકપટથી મેળવેલો હોવાનું જણાતાં ટેમ્પોમાં ભરેલા રૂ.5,15,750 ની કિંમતના શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ત્રણ શખ્સને ધરપકડ કરવામાં આવી છે. કાર્યવાહી દરમ્યાન પોલીસે ટેમ્પો સહિત કુલ રૂ.8.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ ઈશમોની અટક કરી આગળની વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-