ખેડા અમદાવાદ હાઈવે પર લૂંટારાઓએ વેપારી પાસેથી 1 કરોડની લૂંટ મચાવી
copy image

ગુજરાતમાં ચોરી અને લૂંટના બનાવો દિન-પ્રતિ-દિન વધી રહ્યા છે ત્યારે ખેડા અમદાવાદ હાઈવે પર વધુ એક ચકચારી લૂંટનો મામલો સામે આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખેડા અમદાવાદ હાઈવે પર વડાલા પાટીયા નજીક બ્રિજ પર ચાર નરાધમોએ 1 કરોડ રૂપિયાની લૂંટ મચાવી હતી. આ વેપારી નડીયાદ બેંકમાંથી રૂપિયા ઉપાડીને રીક્ષામાં અમદાવાદ જઈ રહ્યા હતા. તે સમયે લૂંટનું કાવતરું આંચરાયું હતું. આ લૂંટના બનાવની વિગતો મુજબ આજે ખેડાના વડાલા નજીકના બ્રિજ પર કારમાં સવાર ચાર શખ્સો ફિલ્મી ઢબે આવી અને લૂંટના કામને અંજામ આપ્યો હતો. આ શખ્સોએ અનાજના વેપારી પાસેથી 1 કરોડ રૂપિયા જેટલી રકમની લૂંટ મચાવી હતી અને બાદમાં ફરાર થઈ ગયા હતા. આ મામલો પોલીસ ચોપડે ચડતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
