વરસાણાથી હળવદ જતી વીજલાઈનમાં 57 હજારના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

fir

copy image

copy image

વરસાણાથી હળવદ જતી વીજલાઈનમાં 57 હજારના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.  નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા.18/1ની રાતના સમયે ચોર ઈશમોએ આ બનાવને અંજામ આપ્યો હતો. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પેરેશન લિમિટેડની 400 કે.વી. વીજલાઈન વરસાણાથી હળવદ ફેઝ-2નું કામ મુંબઈની બજેલ પ્રોડક્ટ્સ નામની કંપનીને સોંપવામાં આવેલ છે.  જાણવા મળી રહ્યું છે કે, આ કંપની દ્વારા ભચાઉના વોંધ સીમ વિસ્તારમાં ટાવર ઉભા કર્યા બાદ તેમાં વાયર રાખી દેવામાં આવેલ હતા. હાલમાં આ કામગીરી મોકૂફ રાખવામા આવેલ છે. વોંધની સીમમાં લોકેશન નંબર 28/15થી 29/0 વચ્ચે કંપનીના ચાર ટાવર આવેલા છે. અજાણ્યા આરોપી શખ્સો આ ટાવરોમાંથી રૂ.57,600નો 600 મીટર વાયર કાપી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-