ભચાઉના નાની ચીરઇના એક ખેતરમાંથી 1.56 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર

daru

copy image

copy image

 ભચાઉ તાલુકાના નાની ચીરઇના એક ખેતરમાંથી 1.56 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉના નાની ચીરઈ ગામની સીમમાં હરી ભારા બાલાસરા નામના શખ્સે પોતાના કબ્જાના ખેતરમાં દારૂનો જથ્થો રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને બાતમી વાળા સ્થળ પર રેડ પાડી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ ખેતરમાં એરંડાના છોડ વચ્ચે તપાસ કરાતા દારૂની પેટીઓ નીકળી પડી હતી. પોલીસે અહીથી કુલ રૂા. 1,56,807નો શરાબ કબ્જે કર્યો છે.પરંતુ આરોપી શખ્સ હાજર મળી આવેલ ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સને ઝડપી પાડવા આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.