અબડાસા તાલુકાના ખીરસરા ગામ ખાતે ફ્લાઈંગ સક્વોર્ડની આકસ્મીક તપાસ : વાહનો કરાયા કબ્જે

માનનીય કલેક્ટરશ્રી-કચ્છનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયામકશ્રી (ફ્લાઈંગ સક્વોર્ડ) ભુજ તથા ભૂસ્તરશાસ્ત્રીશ્રી – (કચ્છ – પશ્ચિમ)નાઓની સંયુક્ત તપાસટીમ દ્વારા તા.21/01/2025ની મધ્ય રાત્રીના ખાનગી વાહનોમાં અબડાસા તાલુકાના ખીરસરા ગામ ખાતે આકસ્મીક તપાસ હાથ ધરવા માં આવેલ. તપાસ દરમ્યાન બેન્ટોનાઈટ ખનિજ નું ગેરકાયદેસર ખનન કરતા બે એકસકેવેટર મશીન તથા ગેરકાયદે રીતે બેન્ટનાઈટ ખનિજ વહન કરવના ઇરાદે આવેલ 4 ટ્રક અટક કરવા માં આવેલ. જે પૈકી એક ટ્રકમાં આશરે 25 મે. ટન બેન્ટનાઈટ ખનિજ ગેરકાયદેસર ભરેલ જણાયેલ. સંયુકત તપાસટીમ દ્વારા તમામ વાહનો સીઝ કરી કોઠારા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવા માં આવેલ. તથા સવાળવાલા વિસ્તાર ખાતે થયેલ બેન્ટનાઈટ ખનિજ ના ગેરકાયદે ખનન થી થયેલ ખાડાની માપણી હાથ ધરવામાં આવેલ. સદર બાબતે નિયમોનુસાર ની કાર્યવાહી હવે પછી હાથ ધરવમાં આવશે