નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોટડા (જડોદર) ગામે સોનીનાં વેપારી ઉપર છરી વડે હુમલો કરી લુંટ કરનાર ઇસમોને ગણતરીના દિવસોમાં મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી ગુનો ડીટેક કરતી “એસ.ઓ.જી, પશ્ચિમ કચ્છ ભુજ”

copy image

copy image

ગઇ તા૧૮/૦૧/૨૦૨૫ રોજ નખત્રાણા પોલીસ સ્ટેશનના કોટડા (જડોદર) ગામે ફરિયાદીશ્રી નિલેશભાઇ રમેશભાઇ સોની રહે. કોટાડા જડોદર વાળા ઉપર છરી વડે હુમલો કરી જમણા હાથ ના બાવડા ના ભાગે ઇજા પહોંચાડી તેમજ અન્ય શરીરે મુઢ ઇજા પહોંચાડી ફરી પાસે રહેલ સોનાના દાગીના વાળો થેલો જેમાં કુલ ૪૮ તોલાના ૪૮૦ ગ્રામ સોનાના દાગીના જેની કુલ કી.રૂ.૩૦,૭૨,૦૦૦/- ની લુંટ કરી લઇ જઇ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા એકબીજાને મદદગારી કરી હે.શ્રી જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ કચ્છ ભુજ ના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કર્યાનો ગુનો બનેલ હોય

જે અન્વયે પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ઉપરોક્ત ગુન્હો વણશોધાયેલ હોય જે ગુન્હો શોધી કાઢવા એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્કવોડ, તથા નખત્રાણા પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી આ કામેના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને

એસ.ઓ.જી પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.ગઢવી, સાહેબ તથા પો.સબ ઇન્સ. ડી.એન.જાડેજા, તથા ડી.બી.વાઘેલા સાહેબનાઓએ એસ.ઓ.જી બ્રાન્ચનાં સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ઉપરોકત ગુનો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા દરમ્યાન હ્યુમન સોર્સ, નેત્રમ કમાન્ડ કંટ્રોલ રૂમ, તથા ટેકનીકલ સર્વેલન્સનો ઉપયોગ કરી તપાસમાં હતા દરમયાન આજરોજ બાતમી રાહે ચોકકસ હકિકત મળેલ કે સ્વિફટ કાર નંબર GJ04BE 6320 નંબરની કારમાં બે-ઇસમો ખાવડા તરફથી ભુજ તરફ આવતા હોય જેથી તુરતજ વર્ક આઉટ કરી લોરીયા ચેક પોસ્ટ મુકામે એસ.ઓ.જી. સ્ટાફ સાથે વોચ દરમ્યાન બાતમી મુજબની કાર આવતા તેને અટકાવી કારમાં બેઠેલ ઇસમોને રાઉન્ડઅપ કરી બંન્ને ઇસમોના કબ્જામાંથી સદરહુ ગુનાના કામનો મુદામાલ તથા ગુનામાં વપરાયેલ કાર તથા મોબાઇલ ફોન મળી આવતા કબ્જે કરવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદામાલ (કુલ્લ કી.રૂ.૧૨,૦૨,૬૦૮)

સોનાની બુટી નંગ-૫૪, વીટી નંગ-૧૮, પેન્ડલ નંગ-૨૨, રીંગ નંગ-૦૬ એમ કુલ્લ વજન ૧૩૯.૪૭૦ ગ્રામ સોનાનાં દાગીના જેની.કી.રૂ.૮,૯૨,૬૦૮/-

►સ્વીફ્ટ કાર કી.રૂ.૩,૦૦,૦૦૦/-

મોબાઈલ નંગ-૦૨ કી.રૂ.૧૦,૦૦૦/-

  • આરોપી

નાલે મીઠા સકુર સમા ઉ.વ ૨૪, રહે,દેઢિયા, જુણા, તા.ભુજ

મુસ્તાક પચાણ મલૂક સમા, ઉ.વ ૨૪, રહે,દેઢિયા, જુણા, તા.ભુજ

  • શોધી કાઢેલ ગુનાઓ

નખત્રાણા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૦૦૫૪/૨૦૨૫, બી.એન.એસ. કલમ ૩૦૯ (૬),૩૧૧, ૧૦૯ (૧),૩(૫) મુજબ

આ કામના આરોપીઓની પુચ્છપરછ દરમિયાન પોતાની સાથે મામદ સિધિક હિંગોરજા રહે,મૂળ બાલાપર,બુડધ્રો, તા.અબડાસા, હાલ રહે.મોટી વમોટી તથા ભુજ વાળાઓ સાથે મળી આ ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.ગઢવી, પો.સબ ઇન્સ. ડી.એન.જાડેજા, તથા પો.સબ ઇન્સ ડી.બી.વાઘેલાનાઓ એ.એસ.આઈ નરેન્દ્રસિંહ જાડેજા, જોરાવરસિંહ જાડેજા, દિનેશભાઈ ગઢવી, માણેકભાઈ ગઢવી, નરેન્દ્રસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ ચેતનસિંહ જાડેજા, રઝાકભાઈ સોતા, ગોપાલભાઈ ગઢવી, ડ્રાઈવર પો.હેડ.કોન્સ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, ડ્રાઈવર એલ.આર.પી.સી.કમલેશભાઈ ડાભીનાઓ તથા નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ રૂમના પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એન.મોરડિયા તથા પો.હેડ કોન્સ શૈલેશકુમાર રાજગોર, મહિલા .એલ.આર.પી.સી વૈશાલીબેન બામણીયા, તથા એલ.આર.પી.સી ભાવનાબેન લુહારનાઓ જોડાયેલ હતા.