કચ્છમાં કાતિલ ઠંડીનું વાતાવરણ યથાવત : વધુ બેથી ત્રણ ડિગ્રી નીચે જવાની સંભાવના
કચ્છમાં કાતિલ ઠંડીનું વાતાવરણ યથાવત રહેવા પામ્યું છે. ત્યારે વર્તુળોમાંથી માહિતી મળી રહી છે જે અનુસાર નલિયામાં લઘુતમ તાપમાન 9.8 ડિગ્રી પહોંચ્યું છે. જ્યારે ભુજમાં લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું છે. છેલ્લા લાંબા સમય સુધી કાતિલ ઠંડી બાદ છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં થોડી રાહત અનુભવાઈ હતી પરંતુ ફરી ઠંડીનો માહોલ વધી રહ્યો છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ઠંડ યથાવત રહી છે.ત્યારે વધુમાં જાણવા મળી રહ્યું છે કે વધુ બેથી ત્રણ ડિગ્રી નીચે જવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-