કાસેઝ ઓવરબ્રીજ પર અજાણ્યા વાહનની હડફેટે એક શ્રમિકનું મોત : બે ઘાયલ

copy image

copy image

કાસેઝ ઓવરબ્રીજ પર અજાણ્યા વાહનની હડફેટે શ્રમિકનું મોત નિપજ્યું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ અંગે રીશી શિપિંગમાં મજુરી કામ કરતા શરીફ ઉર્ફે આહત મનીરભાઈ શેખ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ગત તા 20/1ના રાત્રીના સમય ગાળા દરયમાન ફરિયાદીના મિત્ર તથા પિન્ટુ નિતિશ દાસ આ ત્રણ વ્યક્તિઓ કંડલા પોર્ટમાં રીશી શિપિંગમાં મજુરી કામ કરવા બાઈક પર જઈ રહ્યા હતા તે સમયે  ઓવરબ્રીજ પર પહોંચતા પાછળથી પુરપાટ આવતા  અજાણ્યા વાહને તેમની બાઈકને હડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો. ટક્કર થતાં જ આ ત્રણેય રોડ પર પટકાયા હતા. જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અકસ્માતમાં 36 વર્ષીય પિન્ટુ નામના શખ્સનું મોત નીપજયું હતું. જ્યારે અન્ય બે ઘાયલ બન્યા હતા. આ બનાવ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-