બનાસકાંઠાના અમીરગઢના  કીડોતર ગામમાં 8 દિવસ પૂર્વે ગુમ થયેલ બાળકીનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો

બનાસકાંઠા ખાતે આવેલ અમીરગઢના  કીડોતર ગામમાં 8 દિવસ પૂર્વે ગુમ થયેલ બાળકીનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે, બાળકીના પરિવારજનોએ  દુષ્કર્મ બાદ હત્યાની આશંકા જાહેર કરી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અમીરગઢના કીડોતર ગામમાં એક બાળકી 15 જાન્યુઆરીએ ઘરેથી ગુમ થઈ ગઈ હતી. આજે 8 દિવસ બાદ આ બાળકીનો મૃતદેહ અર્ધ કોહવાયેલી અવસ્થામાં કુંવામાંથી મળી આવેલ છે. બનાવ અંગે જાણ થતાં પોલીસે કુંવામાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.  આ બનાવમાં પોલીસે ફરિયાદને લઈને યોગ્ય તપાસ ન કરી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-