“નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોટડા(જડોદર) ગામે સોની વેપારી ઉપર છરા વડે હુમલો કરી લુંટ કરનાર મુખ્ય સુત્રધારને ૨૭૬.૪૮૦ ગ્રામ સોનાના મુદામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”
ગઇ તા.૧૮/૦૧/૨૦૨૫ના રોજ કોટડા જડોદર ગામે નવાવાસની શેરીમાં એક સોની વેપારી ઉપર આરોપીઓ ફરીયાદી પાસે નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ ગાડી લઇ આવી ફરીયાદીને મારી નાખવાના ઇરાદાથી ફરીયાદી ઉપર ગાડી ચડાવવાની કોશીષ કરી મોટા છરાથી ફરીયાદી ઉપર જીવલેણ હુમલો કરી જમણા હાથ ના બાવડા ના ભાગે જીવલેણ ઇજા પહોંચાડી તેમજ અન્ય શરીરે મુઢ ઇજા પહોંચાડી ફરી પાસે રહેલ સોનાના દાગીના વાળો થેલો જેમાં કુલ ૪૮ તોલાના ૪૮૦ ગ્રામ સોનાના દાગીના લુંટ કરી નાશી ગયેલ હોય જે અન્વયે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હા રજીસ્ટર નંબર : ૦૫૪/૨૦૨૫, બી.એન.એસ. કલમ ૩૦૯(૬),૩૧૧,૧૦૯(૧),૩(૫) મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ.
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ઉપરોક્ત ગુન્હો વણશોધાયેલ હોય જે ગુન્હો શોધી કાઢવા તથા આ કામેના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ.
જે અનુસંધાને શ્રી વિકાસ સુંડા સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજની ટીમને ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપીઓની ઓળખ કરી આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા હ્યુમનસોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસમાં હતા દરમ્યાન નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારના કોટડા (જ) ગામે સોની વેપારી પાસેથી સોનાના દાગીનાની લુંટ થયેલ આ લુંટ કરનાર ઈસમ ભુજ ખાવડા હાઈવે રોડની આજુ- બાજુ સીમમાં લપાતો છુપાતો ફરતો હોવાની હકિકત મળેલ હતી જેથી આ ઈસમને શોધવા માટે ભુજ ખાવડા હાઈવે રોડ પર પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, “એક વ્યકિત કે જે મજબુત બાંધાનો છે જેણે શરીરમાં સફેદ કલરનું ખમીસ તથા સલવાર પહેરેલ છે તેમજ બ્લુ કલરનું જેકેટ પહેરેલ છે જે વ્યકિત મુળ અબડાસા તાલુકાના બાલાપર બુડધ્રો ગામનો છે અને હાલે મોટી વમોટી ગામે રહે છે. જેનું નામ અબ્દુલા આમદ હિંગોરજા છે અને તેની પાસે એક લુંગીમાં સોનાના દાગીના પોટલી બનાવી વીટાળેલા છે. જે દાગીના આ વ્યકિતએ ચોરી કે છળકપટથી મેળવેલ છે અને આ વ્યકિત એરફોર્સ સ્ટેશનના બીજા ગેટ સામે કાચા રસ્તે ગટર વાળી નદીની આજુ-બાજુ બાવળોની ઝાડીમાં સીમમાં છુપાયેલ છે.તેવી બાતમી હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતા અબ્દુલા આમદ હિંગોરજા ઉ.વ.૩૮ રહે. મુળ ગામ બાલાપર બુડધ્રો અને તેમજ મોટી વમોટી ગામે તા.અબડાસા હાલે રહે. કે.જી.એન.નગર, મુસ્લીમ એજયુકેશન સ્કુલ ચોકડીની બાજુમાં, સંજોગનગર ભુજવાળો હાજર મળી આવેલ અને મજકુર ઇસમને મામદ સિધીક હિંગોરજા બાબતે પુછતા ગામમાં તેમજ અન્ય જગ્યાએ લોકો પોતાને મામદ સિધીક હિગોરજા તરીકે ઓળખી બોલાવે છે. તેમજ મજકુર ઇસમ પાસેથી લુગીની પોટલી વાળેલી મળી આવેલ જે લુગીમાંથી સોનાના દાગીના જેમા વીટીઓ, પેન્ડલ, બુટીયો તથા બાલી મળી આવેલ જે બાબતે આ અબ્દુલા આમદ હિંગોરજા પાસેથી ઉપરોકત સોનાના દાગીના અંગે કોઇ બીલ કે આધાર પોતાની પાસે હોય તો રજુ કરવા જણાવતા આ દાગીનાના બીલ કે આધાર પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ અને આ સોનાના દાગીના આ કયાથી અને કેવી રીતે મેળવેલ તે બાબતે પુછતા આ સોનાના દાગીના આજથી પાંચેક દિવસ પહેલા રાત્રીના મેં નાલે મીઠા સકુર સમા તથા મુસ્તાક પચાણ મલુક સમા રહે. બન્ને દેઢિયા,જુણા તા.ભુજ વાળા સાથે મળી એમ અમો ત્રણેય જણાએ નખત્રાણા તાલુકાના કોટડા (જ) ગામે શેરીમાં નંબર પ્લેટ વગરની સ્વીફટ ગાડી લઈ એક સોનીને એકટીવા ઉભી રખાવી એકટીવામાં રાખેલ થેલો લેવા માટે જપાજપી કરેલ અને તેને છરો બતાવી તથા મારી આ થેલો તેની પાસેથી લઈ અમો ત્રણેય જણા નંબર વગરની સ્વીફટ કારમાં બેસી ભાગી ગયેલા અને ત્યાર બાદ અમો ત્રણેય જણાએ આ લુંટેલા સોનાના દાગીના ભાગ પાડેલ હતાં જેમા મારી પાસે સોનાના દાગીના આ લુંગીમાં પોટલી બનાવી ગાઠ વાળી જાકીટમાં અંદર સંતાડી ને રાખેલ હતાં તે લુંટ કરેલ સોનાના દાગીના મારી પાસે છે તેમ જણાવેલ જેથી લુંટ કરેલ સોનાના દાગીના મુદ્દામાલ બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ નીચે મુજબની વિગતે કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)ઇ મુજબ અટકાયત કરી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ.
- કબ્જે કરેલ મુદામાલ (સોનાના દાગીના ૨૭૬.૪૮૦ ગ્રામ, કુલ કિમત રૂપીયા ૧૯,૨૧,૫૩૬/-)
- સોનાની અલગ-અલગ ડીઝાઈનની મોતી નંગ સાથેની વીટીઓ નંગ -૨૯ વજન અંદાજે ૯૭.૨૮૦ ગ્રામ.
સોનાના અલગ- અલગ ડીઝાઈનની મોતી નંગ સાથેના પેન્ડલ નંગ- ૧૬ જેનું વજન અંદાજે ૫૭.૨૩૦ ગ્રામ
- સોનાની અલગ- અલગ ડીઝાઈનની મોતી નંગ સાથેની બુટીયો તથા બાલી નંગ- ૬૮ જેનું વજન અંદાજે ૧૨૧.૯૭૦ ગ્રામ
લુગી કિં.રૂ.૦૦/-
- મોબાઇલ ફોન નંગ – ૦૨, કિં.રૂ.૩,૫૦૦/-
- આધાર કાર્ડની નકલ, કિં.રૂ.૦૦/-
- મુખ્ય સુત્રધાર આરોપી
- અબ્દુલા આમદ હિંગોરજા ઉ.વ.૩૮ રહે. મુળ ગામ બાલાપર બુડધ્રો અને તેમજ મોટી વમોટી ગામે તા.અબડાસા હાલે રહે. કે.જી.એન. નગર, મુસ્લીમ એજયુકેશન સ્કુલ ચોકડીની બાજુમાં, સંજોગનગર ભુજ જેને ગામમાં તેમજ અન્ય જગ્યાએ લોકો મામદ સિધીક હિગોરજા તરીકે ઓળખી બોલાવે છે.
: શોધી કાઢેલ ગુનો
નખત્રાણા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૫૪/૨૫, બી.એન.એસ. કલમ ૩૦૯(૬),૩૧૧,૧૦૯(૧),૩(૫) વિગેરે આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબ તથા શ્રી એચ.આર.જેઠી સાહેબ તથા એ.એસ.આઇ. જયેન્દ્રાસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, વિકેશભાઇ રાઠવા, કૃષ્ણદેવસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, મહિપાલસિંહ પુરોહિત તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારીનાઓ તથા ડ્રા. મહેન્દ્રાસિંહ જાડેજા તથા ભાવેશભાઇ ખટાનાઓ જોડાયેલ હતા.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-