બન્નીનાં ગામોમાં પાણી પુરવઠો બંધ રહેતા લોકો પરેશાન : પીવાના પાણીથી પણ વંચિત

copy image

copy image

 સૂત્રો જણાવી રહ્યા છે પૂર્વ બન્ની પંથકમાં ધોરડોમાં કેટલાક માર્ગ સંબંધી ગામડાઓમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી પુરવઠો બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત  થતી વિગતો મુજબ મોટા રણ વચ્ચે પથરાયેલા બન્ની પંથકના ગામલોકો માટે બન્ની પાણી પુરવઠા યોજના હેઠળ અનેક સ્થળોએ સમ્પ ઊભા કરવામાં આવેલ છે. જ્યાંથી આસપાસનાં ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે. તેમજ મુખ્યમથક એવા ભીરંડિયારા સ્થિત પાણી પુરવઠાના સમ્પમાંથી કેટલાક ગામડાઓમાં પાણી પહોચડવામાં આવે છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી પાણી ન પહોંચતાં આ ગામોના લોકો પીવાના પાણીથી પણ બાકાત રહી ગયા હોવાનું સામે આવ્યું છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, ભીરંડિયારા ગામના આગળથી આવતી લાઇનમાં ખોટીપો સર્જાયા બાદ પાણીની તંગીની પરિસ્થિતિ સર્જાઇ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી આ વિસ્તારના ગામોમાં પાણી ન આવવાથી લોકો તેમજ પશુધન પણ પરેશાન બની ચૂક્યા છે. ત્યારે વેલેસર પાણીની તંગીનું નિરાકરણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-