પાટણ ખાતે આવેલ રાધનપુરમાં તસ્કરોની ટોળકીએ કરતવ કરી લાખોની મત્તા પર હાથ સાફ કર્યો : સીસીટીવી કેમેરામાં થયા કેદ

copy image

copy image

પાટણ ખાતે આવેલ રાધનપુરમાં તસ્કરોની ટોળકીએ પોતાની લીલા બતાવી  અને લાખોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે સૂત્રોમાંથી વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પાટણ ખાતે આવેલ રાધનપુર તાલુકામાં આવેલી જીઆઈડીસીમાં એસ એસ એન્ટરપ્રાઇઝ, સબર, દિત્યા ઇન્દ્ર્સ્ટ્રીજ તેમજ એક ભંગારની જગ્યામાં ચોર ઈશમોએ આ ચોરીને અંજામ આપ્યો છે. ચોરીની આ ઘટનામાં અંદાજિત 4.65 લાખ જેવી રોકડ રકમ પર હાથ સાફ કરી આરોપી શખ્સો ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જીઆઈડીસીમાં સ્થિત એક કંપનીના સીસીટીવી કેમેરાની તપાસ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ઉપરાંત જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં પણ આ ચોર ઈશમોએ હાથ સાફ કર્યો હતો. આ શખ્સોએ અહીથી 30,000ની રોકડની તસ્કરી કરી હતી. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-